મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બચપન બચાઓ

લોકો માટે બધું ખૂલી ગયું, પણ બાળકોની દુનિયા એટલે કે તેમની સ્કૂલ હજી બંધ છે. ઘર ચાર દીવાલોમાં બાળકો ઘણાં ગૂંગળાયાં અને તેમનો વિકાસ રૂંધાયો. આવતી કાલે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરીએ એ પહેલાં તાગ મેળવીએ કે પૅન્ડેમિકની બાળકો ઉપર કેવી અને કેટલી અસર થઈ છે.  ચૌદમી નવેમ્બરે ભારતમાં અને વીસમી નવેમ્બરે વિશ્વમાં બાળ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે યુનિસેફ ઇન્ડિયાએ સેફ સ્કૂલ રી-ઓપનિંગની માગણી કરી છે. આ વર્ષની થીમ છે બાળકોને પૅન્ડેમિકને કારણે આવેલી બાધાઓ અને શિક્ષામાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે મદદ કરવી. છેલ્લાં બે વર્ષથી બાળકો સ્કૂલથી વંચિત રહ્યાં છે. ઑનલાઇન શિક્ષણે ‘ન મામા કરતાં કહેણા મામા સારા’ની ગરજ સારી છે પરંતુ અમુક કેસમાં આ સોલ્યુશને પ્રૉબ્લેમ્સને ઓછા કરવા કરતાં વધાર્યા છે. મિત્રોના સાથ વગર, શિક્ષકોની હૂંફ વગર, ઘરની ચાર દીવાલો વચ્ચે મોટા ભાગે ઇન્ડોર ઍક્ટિવિટી કરીને, ગૅજેટ્સની નિર્જીવ દુનિયા વચ્ચે બાળપણ ખૂબ ગૂંગળાયું છે. લગભગ દરેક પેરન્ટે તેના બાળકમાં અમુક એવા અનિચ્છનીય બદલાવ જોયા છે જે સામાન્ય પરિસ્થિતિમાં આવવાની કોઈ શક્યતા નહોતી. એમાં પણ મુંબઈ અને મહારાષ્ટ્રનાં બાળકોની હાલત વધુ ખરાબ ...