મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જૂની લાઇબ્રેરીઓને સાચવવાની જહેમત

  આજના ઇન્ટરનેટના જમાનામાં જ્યાં લાઇબ્રેરીઓ તરફ લોકોને રસ ઘટતો જાય છે ત્યારે ફન્ડના અભાવને કારણે ખખડી ગયેલી લાઇબ્રેરીઓને ટકાવવાનો સંઘર્ષ કરવો પડે એમ છે. મુંબઈમાં જ્યાં ૧૦૦-૨૦૦ વર્ષ જૂની લાઇબ્રેરીઓ છે ત્યાં એનાં હેરિટેજ બિલ્ડિંગ અને જૂનાં પુસ્તકોને સાચવવા માટેની જદ્દોજહદનો એક અલગ જ જંગ છે. આજે જાણીએ મુંબઈની જૂની લાઇબ્રેરીઓના પ્રશ્નો અને એમના પ્રયાસો વિશે થોડા દિવસ પહેલાં જ સમાચાર આવેલા કે મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આવેલી જવાહરલાલ નેહરુ લાઇબ્રેરી ખરાબ પરિસ્થિતિમાં છે. એના બિલ્ડિંગમાં રિપેરકામની સખત   જરૂરિયાત છે. લાઇબ્રેરીની બુક્સ અને રિસર્ચ પેપર જુદા-જુદા કૉર્નર્સમાં ખૂબ ખરાબ અવસ્થામાં પડ્યાં છે જેમાંથી કેટલાકને તો ઊધઈ ખાઈ રહી છે. યુનિવર્સિટીની લાઇબ્રેરી માટે નવું બિલ્ડિંગ છેલ્લાં ૪ વર્ષથી તૈયાર હોવા છતાં ત્યાં શિફ્ટ થવાના કોઈ આસાર હજી સુધી દેખાયા નથી. કોરોનાકાળ પછી હવે જ્યારે કૉલેજો બરાબર ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ માત્રામાં લાઇબ્રેરીમાં આવી રહ્યા છે અને લાઇબ્રેરીની આ ખસ્તા હાલત એમની સુરક્ષા અને સુવિધા પર પણ સવાલ ઉઠાવે છે. તિરાડવાળી દીવાલો , પડું-પડું થતી ...

પશુઓ માટે હું અવાજ ઉઠાવીશ

  એવું કહેનારી ફોર્ટની સ્નેહા વિસરિયાએ પ્રાણીઓ સામે થતા અન્યાય વિરુદ્ધ અનેક ફરિયાદો કરી છે. દોઢસોથી વધુ પ્રાણીઓને ખવડાવવા માટે રાતના દસથી એક-બે વાગ્યા સુધી ફોર્ટમાં ઘૂમતી સ્નેહા ઘાયલ પ્રાણીઓની સારવાર કરવા ને રેસ્ક્યુ કરવા માટે ખડેપગે રહે છે.   ‘ તમે સામાન્ય જીવન જીવતા હો પરંતુ જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે અને તમને એ સમજાય કે ખરા અર્થમાં તમે શું કરવા માગો છો એનું નામ જ સંજોગ. હું નસીબદાર છું કે જીવને આવો સંજોગ મારા માટે જન્માવ્યો અને મને સમજાયું કે હું મૂંગાં પશુઓ માટે કંઈક નહીં , ઘણુંબધું કરવા માગું છું.’   આ શબ્દો છે વીટી રોડ પાસે રહેતી ૩૭ વર્ષની સ્નેહા વિસરિયાના જે દરરોજ ફોર્ટ વિસ્તારમાં રાત્રે ૧૦થી લગભગ એક વાગ્યા સુધી મૂંગાં પશુઓને ભોજન આપવાનું કામ કરે છે. છેલ્લાં બે વર્ષથી એ લગભગ શેરીમાં રખડતા ૬૦ કૂતરાઓ અને ૧૦૦થી પણ વધુ બિલાડીઓને ખવડાવે છે. આ સિવાય પ્રેગ્નન્ટ પ્રાણીઓની કાળજી , એમનાં જન્મેલાં બચ્ચાંનું અડૉપ્શન , ઘાયલ થયેલાં પ્રાણીઓની સારવાર અને દેખરેખ , પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવાં , પ્રાણીઓ પર થતા અન્યાય સામે કાનૂની લડત માટે પોલીસ સ્ટેશનમાં ચક્કર કાપવામાં...

ડૉક્ટર બનવા યુક્રેન અને રશિયા કેમ જવું પડે છે?

  હાલમાં ચાલી રહેલા યુદ્ધના માહોલમાં મેડિસિનનું ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેમ હજારો યુવાનો માટે યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ અને બેલારૂસ જેવા દેશો ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવાનાં ધામ છે.   યુક્રેનના વિદ્યાર્થીઓને માઇનસ ત્રણ ડિગ્રીમાં રોડ પર ઠૂંઠવાતા અને યુક્રેનના પોલીસ કર્મચારીઓ દ્વારા માર ખાતા જોઈને ભલભલા માતા-પિતા વિચારમાં પડી જાય કે આવા દેશમાં પોતાનાં દીકરા-દીકરીને ભણવા મોકલવાં કે નહીં. યુક્રેન , રશિયા , કઝાખસ્તાન , ફિલિપીન્સ , બેલારૂસ જેવા દેશોમાં ભારતના હજારો યુવાનો ડૉક્ટર બનવા માટે જાય છે. એવાં કયાં કારણો હશે કે ભારતથી ફક્ત મેડિસિન ભણવા માટે આ યુવાનો ૬ વર્ષ માટે ત્યાં શિફ્ટ થાય છે ? એવું તો શું છે યુક્રેન , રશિયા જેવાં દેશોમાં કે ત્યાં યુવાનો તેમનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા જાય છે ?  ડૉક્ટર બનવાનું સપનું   પહેલો પ્રૉબ્લેમ છે ડૉક્ટર બનવાનું ઘેલું. ભારતમાં આજે પણ ઘણા માતા-પિતા તેમના સંતાનને ડૉક્ટર જ બનાવવા માગે છે. બીજા પ્રોફેશન્સ કે કરીઅર ઑપ્શન વિશે...

‘ઇઝ્ઝત સે જીને કા’

ગંગુબાઈ કાઠિયાવાડીમાં જેમ આ સંદેશ ગંગુબાઈએ દરેક સેક્સવર્કરને આપ્યો હતો એવું જ કંઈક અપને આપ વિમેન્સ કલેક્ટિવનાં મંજુ વ્યાસ છેલ્લા બે દાયકાથી કરી રહ્યાં છે. જે સમાજને એની સ્ત્રીઓને માન આપતાં શીખવવું પડે એ સમાજ પાસેથી સેક્સવર્કર્સને માન અપાવવાની વાત અઘરી છે ત્યારે આવું લોઢાના ચણા ચાવવા જેવું કામ મંજુબહેને કઈ રીતે શરૂ કર્યું અને હજી કરી રહ્યાં છે એની રસપ્રદ વાતો જાણીએ ….. ૨૩ વર્ષ પહેલાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં ખૂબ સારા પદે કામ કરતી મંજુ વ્યાસને તેની નિયતિ કોઈ કારણસર સમાજસેવા અર્થે મુંબઈના કામાઠીપુરામાં લઈ ગઈ. ત્યાં તેમને પાંચ વર્ષની એક નાનકડી છોકરી મળી. સહજતાથી તેમણે બાળકીને પૂછ્યું કે મોટા થઈને તારે શું બનવું છે ? છોકરીએ પળનો પણ વિલંબ કર્યા વિના કહ્યું , ‘ બાઈ! મુઝે તો ઘરવાલી બનના હૈ!’ (અહીં ઘરવાલી શબ્દનો અર્થ થાય કોઠો ચલાવતી માલકિન.)   જવાબ સાંભળીને ઘડીભર મગજ બહેર મારી ગયું હોય એમ મંજુ બેસી રહી. પાંચ વર્ષની છોકરીના મનમાં આવો વિચાર આવ્યો કઈ રીતે ? સમજતાં વાર ન લાગી કે આ નાનકડી છોકરીએ જોયું હતું કે એની આસપાસ રહેતી સ્ત્રીઓમાં એક ઘરવાલી છે જેની પાસે પાવર છે , સત્તા છે , અને બધાને ઑર્ડ...